Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ધારાસભ્યોને પદમાં રસ,સંસદીય બાબતોમાં નીરસ

15 મી ગુજરાત વિધાનસભાના નવનિર્વાચિત ધારાસભ્યોને સંસદીય કાર્યપદ્ધતિથી સુપેરે માહિતગાર કરવા ગુજરાત વિધાનસભા અને લોકસભા સચિવાલય દ્વારા સંસદીય કાર્યશાળાનું દ્વિદિવસીય આયોજન કરવામાં આવ્યું છે. લોકસભા અધ્યક્ષશ્રી ઓમ બિરલાજીએ વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરી, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ તથા સાંસદશ્રીઓ  મંત્રીશ્રીઓ અને ધારાસભ્યોની ઉપસ્થિતીમાં આ કાર્યશાળાનો પ્રારંભ કàª
ધારાસભ્યોને પદમાં રસ સંસદીય બાબતોમાં નીરસ
15 મી ગુજરાત વિધાનસભાના નવનિર્વાચિત ધારાસભ્યોને સંસદીય કાર્યપદ્ધતિથી સુપેરે માહિતગાર કરવા ગુજરાત વિધાનસભા અને લોકસભા સચિવાલય દ્વારા સંસદીય કાર્યશાળાનું દ્વિદિવસીય આયોજન કરવામાં આવ્યું છે. લોકસભા અધ્યક્ષશ્રી ઓમ બિરલાજીએ વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરી, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ તથા સાંસદશ્રીઓ  મંત્રીશ્રીઓ અને ધારાસભ્યોની ઉપસ્થિતીમાં આ કાર્યશાળાનો પ્રારંભ કરાવ્યો હતો.
લ્યો બોલો, 50-50 ધારાસભ્યોને પડી જ નથી!
ત્યારે બીજી તરફ પ્રથમ દિવસે 50થી વધુ ધારાસભ્યો ગેરહાજર રહેતા 50-50 ધારાસભ્યોને પડી જ નથી તેમ  સંસદીય પાઠશાળામાં જનપ્રતિનિધિઓ જ સાવ નીરસ જોવાના મળી હતી ત્યારે સત્તાપક્ષ, વિપક્ષ સહિત અપક્ષ ધારાસભ્યો ગેરહાજર  હતા ત્યારે  પ્રજાનો મત તમને આ માટે થોડો મળ્યો છે અને  જનતા તમને આવી નિરસતા માટે થોડા ચૂંટે છે? ત્યારે  રાજ્ય વિધાનસભામાં 82 જેટલા નવા ચૂંટાયેલા સભ્યો છે તેમાં 15 મહિલા પ્રતિનિધિઓ ચૂંટાઈ છે  કે જેમાંથી 8 મહિલાઓ પહેલી વાર સભ્ય બની છે. 
કાયદાઓ વધુ શ્રેષ્ઠ બનશે : શ્રીબિરલાએ
ચૂંટાયેલા પ્રતિનિધિઓની ભૂમિકાનો ઉલ્લેખ કરતાં શ્રીબિરલાએ કહ્યુ હતું કે જનપ્રિતિનિધિ હોવાના નાતે તેમના પર મતદારોના પ્રશ્નોના ઉકેલ લાવવાની મોટી જવાબદારી છે. તેથી વિધાનમંડળોએમાં ચર્ચા તથા સંવાદ થવા જોઇએ તથા ચર્ચાનું સ્તર ઉચ્ચતમ રહેવું જોઇએ. તેમણે ઉમેર્યુ હતું કે રાજ્ય વિધાનસભાઓમાં ચર્ચા તેમજ સંવાદનું સ્તર જેટલું ઉંચુ હશે તેટલા જ કાયદાઓ વધુ શ્રેષ્ઠ બનશે. ગૃહમાં અર્થપૂર્ણ ચર્ચા કરવા માટે એ જરૂરી છે કે સભ્યોને નિયમો તેમજ પ્રક્રિયાઓની માહિતી હોય. તેથી ગૃહે ચર્ચા તથા સંવાદનું એક અસરકારક કેન્દ્ર બનવું જોઇએ કે જેથી આપણી લોકશાહી વધુ મજબૂત કરવાની  આશા સેવાઇ  રહી  છે. 
લોકશાહીમાં વિપક્ષની ભૂમિકા અંગે પોતાના વિચારો રજૂ  કર્યા 
લોકશાહીમાં વિપક્ષની ભૂમિકા અંગે પોતાના વિચારો રજૂ કરતાં તેમણે કહ્યુ હતું કે ગૃહમાં વિપક્ષની ભૂમિકા હકારાત્મક, રચનાત્મક તથા શાસનમાં જવાબદારી નક્કી કરનારી હોવી જોઇએ પરંતુ જે પ્રકારે સુનિયોજિત રીતે ગૃહની કાર્યવાહીમાં વિઘ્ન નાખી ગૃહનું કાર્ય સ્થગિત કરવાની પરમ્પરા સર્જવામાં આવી રહી છે, તે લોકશાહી માટે યોગ્ય નથી. ગૃહમાં ચર્ચા, વાદ-વિવાદ, અસંમતિ હોઈ શકે, પરંતુ ગૃહમાં ગતિરોધ ક્યારેય ન હોવો જોઇએ. તેમણે સભ્યોને ગૃહના નિયમો તથા પ્રક્રિયાઓ અને અગાઉના વર્ષોના વાદ-વિવાદનો અભ્યાસ કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સભ્યો નિયમો, પ્રક્રિયાઓ તથા અગાઉના વર્ષોમાં થયેલ વાદ-વિવાદોથી જેટલા વધુ વાકેફ બનશે, તેટલા જ તેમના પ્રવચનો સમૃદ્ધ થશે. તેમણે એમ પણ કહ્યું હતું કે સૂત્રોચ્ચાર કરવા તથા વિધાનસભાની કાર્યવાહીમાં વિઘ્ન નાખવાથી કોઈ પણ સભ્ય શ્રેષ્ઠ ધારાસભ્ય ન બની શકે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.